“અમારા સ્થાપક ડૉ. કેયુર પટેલ માને છે કે માત્ર દવાઓથી દર્દ મટતું નથી. અમે કસરત, યોગ અને આધુનિક મશીનો દ્વારા તમારા દર્દને જડમૂળથી દૂર કરીએ છીએ.
અમારું ક્લિનિક આણંદ માં આવેલું છે, અને અમે વડોદરા તથા નડિયાદ માં ઘરે આવીને (Home Visit) સારવાર આપીએ છીએ.”
તમે કઈ તકલીફથી પીડાવ છો?
કમર અને મણકાનો દુખાવો (Back Pain)
ગાદી ખસી જવી (Slip Disc), સાયટિકા અને કમરના જૂના દુખાવા માટે વગર ઓપરેશને સારવાર.
ઘૂંટણ અને સાંધાનો ઘસારો (Joint Pain)
ઘૂંટણ બદલાવ્યા પછીની કસરત અને સંધિવા (Arthritis) માટે શ્રેષ્ઠ ઉપાય.
ફ્રોઝન શોલ્ડર (Frozen Shoulder)
ખભો જકડાઈ જવો અને હાથ ઊંચો કરવામાં તકલીફ પડવી.
લકવો (Paralysis / Stroke)
હાથ-પગ કામ ન કરવા, બોલવામાં તકલીફ કે પથારીવશ દર્દીઓ માટે ખાસ રિહેબિલિટેશન.
અમારી સેવાઓ ક્યાં ઉપલબ્ધ છે?
📍આણંદ (Anand)
અમારા અત્યાધુનિક ક્લિનિક પર સારવાર.
🏠 વડોદરા (Vadodara)
તમારા ઘરે આવીને સારવાર (Home Visit)
🏠 નડિયાદ (Nadiad)
તમારા ઘરે આવીને સારવાર (Home Visit)
દર્દીઓનો અભિપ્રાય
મને છેલ્લા ત્રણ મહિના થી, જો હુ દસ મીનીટ થી વધારે ઉભો રહુ તો જમણી બાજુ ના થાપા મા અને કમર મા દુખાવો શરૂ થઈ જતો હતો.Revival Physio શરૂ કર્યા ના ત્રણ દિવસ માં જ દુખાવો ઓછો થવા લાગ્યો હતો અને દસ દિવસ ડોક્ટરે જે રીતે treatment આપી તેના થી સંપૂર્ણપણે મારો દુખાવો જતો રહ્યો છે. અત્યારે ફક્ત કસરત થી આરામ છે.
આપનો ખુબ ખુબ આભાર
(14 Sept 2021)